મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે.ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં ઘુસી ગઇ છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીની અને હવાઇ બન્ને સ્તરના હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલના હુમલાનો જવાબ આપતા હિજબુલ્લાહે ઉત્તરી ઇઝરાયેલ પર 100થી વધુ રોકેટ છોડ્યા છે જેમાં અત્યાર સુધી ઇઝરાયેલા આઠ જવાનના મોત થયા છે.ઇઝરાયેલનો લેબનોનમાં જમીની જંગ ચાલુ છે. બેરૂતમાં ઇઝરાયેલે એક એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે તેમાં બેરૂતની કેટલીક બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને કેટલાક લોકોના માર્યા જવાના સમાચાર છે.
ઇઝરાયેલ તરફથી દાવો થયો હતો કે ઇરાની હુમલામાં તેને વધારે નુકસાન થયું નથી પરંતુ અલ જજીરાના રિપોર્ટ અનુસાર જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં ઇઝરાયેલના એરબેસને નુકસાન થયું છે.G7 દેશો સાથે ફોન પર વાત બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને એક મોટું નિવેદન આપ્યું છે, તેનું સ્પષ્ટ કહેવું છે કે જો ઇઝરાયેલે ઇરાનની ન્યૂક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો તો અમેરિકા તેની કાર્યવાહીનું સમર્થન નહીં કરે. અમેરિકાએ ઇઝરાયેલને ચેતવણી પણ આપી છે.