Satya Tv News

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન બની ગયેલી એક શાળામાં ઇઝરાયલે આ વખતે હવાઈ હુમલા કરતાં હાહાકાર મચી ગયો હતો. આ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.નુસેરાતમાં રવિવારે રાત્રે કરાયેલા હુમલામાં મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ હતી. આ શાળા ગાઝામાં વર્ષો સુધી ચાલેલા યુદ્ધથી વિસ્થાપિત થયેલા ઘણા પેલેસ્ટિનિયનોનું ઘર હતી. મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

error: