Satya Tv News

પાલનપુરના સૂરજપુરા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સરકારી કાર્યક્રમ માટે બહારથી ખુરશી અને ટેબલો મંગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આ બાંકડાઓ ઉપાડવામાં આવ્યા હતા. બાંકડા ઉપાડી ટેમ્પામાં મુકવાના હતા અને આ કામ વિદ્યાર્થીઓ કરતા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે શાળામાં સેવાસેતુ કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ વિદ્યાર્થીઓ બાંકડા ઉપાડતા જોવા મળી રહ્યાં છે. આ બાંકડા વજનવાળા હોવાને કારણે વિદ્યાર્થીઓ તેને ઊંચકી શકતા નથી તે પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકો પાસે આ પ્રકારનું મજૂરી કામ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ પર સવાલો ઉઠી રહ્યાં છે.

સૂરજપુરા ગામની સ્કૂલનો આ વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પાસે ભારે વજનના બાંકડા ઉઠાવી તેને ટેમ્પોમાં ભરવાનું કામ આપવામાં આવ્યું હતું. વાલીઓ પણ હવે સવાલ ઉઠાવી રહ્યાં છે કે અમારા બાળકો શાળાએ અભ્યાસ કરવા જાય છે મજૂરી કરવા નહીં.

error: