એક્ટ્રેસ રકુલપ્રીત સિંહને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીને તાજેતરમાં ગંભીર ઈજા થઈ હતી, જેના પછી તેને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે. એવું કહેવાય છે કે રકુલને આ ઈજા ત્યારે થઈ જ્યારે તે જીમમાં વર્કઆઉટ કરી રહી હતી. વર્કઆઉટ દરમિયાન અભિનેત્રી 80 કિલોની ડેડલિફ્ટનું સેશન કરી રહી હતી, પરંતુ બેલ્ટ વગર ડેડલિફ્ટ કરવાને કારણે તેની પીઠમાં તણાવ આવી ગયો.આ અકસ્માત બાદ રકુલપ્રીત સિંહને લગભગ એક અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર સાંભળતા જ તેના ચાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.