Satya Tv News

લગ્ન બાદ રાધિકા મર્ચન્ટનો પ્રથમ જન્મદિવસ ખાસ રીતે ઉજવવામાં આવ્યો હતો. અંબાણી પરિવારે નાની વહુનો જન્મદિવસની જબરદસ્ત ઉજવણી કરી હતી. રાધિકા મર્ચન્ટ બુધવારે એટલે કે 16 ઓગસ્ટે 30 વર્ષની થઈ છે. આ ખાસ અવસર પર સમગ્ર અંબાણી પરિવારમાં ફરી એકવાર મેગા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ વખતનું સેલિબ્રેશન દરેક વખત કરતાં એકદમ અલગ રહ્યું છે. અંબાણી પરિવારે કોઈપણ ધામધૂમ વિના જન્મદિવસને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. હવે આ ખાસ બર્થડે સેલિબ્રેશનની ઝલક પણ સામે આવી છે. જેમાં આખો પરિવાર ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે રાધિકા મર્ચન્ટ સફેદ બેકલેસ ટોપ અને લાલ સ્કર્ટમાં જોવા મળી રહી છે. તેણી રેડ વેલવેટ કેક કાપે છે. તેમની પ્રી-વેડિંગની એક સુંદર તસવીર તેમની પાછળ જ જોવા મળે છે. કેક કાપ્યા બાદ રાધિકા અનંત અંબાણીને પ્રેમથી કેક ખવડાવે છે. ત્યારબાદ તે મુકેશ અંબાણીને કેક ખવડાવે છે. મુકેશ પણ તેની વહુરાણીને પ્રેમથી કેક ખવડાવીને આશીર્વાદ આપે છે. આ પછી તરત જ રાધિકા અંબાણી આકાશ અંબાણી અને નીતા અંબાણીને પણ કેક ખવડાવે છે. આ પછી રાધિકા દાદીમા કોકિલાબેન પાસે જાય છે અને તેમને કેક ખવડાવે છે અને ગળે લગાવે છે. આ દરમિયાન શ્લોકા અંબાણી, ઈશા અંબાણી અને અનંત પીરામલ પણ ત્યાં હાજર છે. રાધિકા ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાય છે.

error: