Satya Tv News

મોરિસ ક્રિશ્ચિયને અગાઉ ગાંધીનગરમાં ઓફિસ ભાડે રાખી હતી. જેમાં સેક્ટર 24માં મોરિસ કિશ્ચિયને કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી હતી. ઓફિસ માલિકના જણાવ્યા મુજબ મોરિસ ક્રિશ્ચિયને 4 મહિના ઓફિસ ભાડે રાખી હતી. જે વર્ષ 2015 માં ભાડે રાખી હતી. નકલી જજે ઓફિસ માલિકને સેક્ટર 21માં ઓફિસ નાની પડે છે કહી પ્રોપર્ટી ભાડે રાખી હતી. જે બાદ આરોપી મોરિસ ક્રિશ્ચિયને જમીનના કેસમાં નકલી કોર્ટ બનાવી ખોટા ઓર્ડર આપ્યા હતા. ત્યારે અમદાવાદમાંથી પોલીસે નકલી જજને ઝડપી લીધો હતો.

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમા બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી કોર્ટ ચલાવતો હતો. જેણે કોર્ટમાં વાસણા ખાતે સરકારી જમીનનો એવોર્ડ પણ કરી નાંખ્યો હતો. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ બન્યા હતા. તેમણે કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો હતો.આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓએ પાલડી વિસ્તારની સરકારી જમીન પચાવવા કાવતરું રચ્યું હતું. જેમાં ખોટા ક્લેમ, સ્ટેટમેન્ટ અને આર્બિટ્રેટર બની જગ્યા પચાવવા ખોટા હુકમ કર્યા હતા. આરોપીએ કોર્ટમાં ખોટા હુકમો રજૂ કરી ગેરકાયદે રીતે જમીન પચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી મોરીસ વિરુદ્ધ અગાઉ પણ મણિનગરમાં પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.

error: