આધ્યાત્મિક ઉપદેશક અને કથાવાચક જયા કિશોરી તેમના અનુયાયીઓને મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપે છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કથાકાર 2 લાખથી વધુની કિંમતની બેગ વાપરે છે. જયા કિશોરી તેમની કસ્ટમાઇઝ્ડ બેગ સાથે એરપોર્ટ પર દેખાયા હતા. જે બાદ તે ટ્રોલરોના નિશાના પર આવ્યા છે. બેગની બ્રાન્ડ પ્રમાણે વેબસાઈટ પર સર્ચ કરવાથી જાણવા મળે છે કે, વીડિયોમાં દેખાતી ટોટબેગ ગાયના ચામડામાંથી બનેલી છે. તેની કિંમત પણ 2 લાખ રૂપિયાથી વધુ છે.
આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે લખ્યું કે, ‘આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરી કે જેઓ સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે. તેમણે તેનો એક વીડિયો ડિલીટ કરી દીધો છે, જેમાં તેઓ રૂ.2,10,000ની કિંમતની બેગ સાથે જોવા મળ્યા હતા. જો કે, તે સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે અને પોતાને ભગવાન કૃષ્ણના ભક્ત કહે છે. બીજી એક વાત ડાયો કંપની વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બેગ બનાવે છે.