29 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે સોનાના ભાવમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 79000 રૂપિયાની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73000 રૂપિયાની આસપાસ જોવા મળ્યો છે. ધનતેરસના દિવસે ચાંદીનો ભાવ 97900 રૂપિયાની આસપાસ છે. અલગ અલગ શહેરોમાં જાણો સોનાના ભાવ…
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ, જયપુરમાં ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ 79940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 79840 રૂપિયાની આસપાસ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. ભુવનેશ્વર, મુંબઈ, કોલકાતામાં ભાવ: 24 કેરેટ સોનાનો ભાવ 79790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ 73140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 79940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનું 73140 રૂપિયા છે.