Satya Tv News

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના ઠાકોર સમાજ આગળ પાઘડી ઉતારી પાઘડીની લાજ રાખવાનું કહ્યા બાદ સામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ પાઘડીને લઈને નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને એક કાર્યક્રમમાં કહ્યું કે, હું કોલર ઊંચો કરીને ભાભરની બજારમાંથી નીકળું એવી પાઘડીની આબરૂ રાખજો. આમ, ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં પાઘડી લાવી છે. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જી હાં, આ ચિત્ર છે માવજી પટેલનું…અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજી પટેલ લડવા માટે મક્કમ છે તો બીજી તરફ ભાજપ તેમને મનાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે.

error: