Satya Tv News

ઘણીવાર આપણે મિત્રો કે પરિવારના ડરથી પાસવર્ડ બદલતા રહીએ છીએ, જેના કારણે પાસવર્ડ ભૂલી જવું સામાન્ય બની જાય છે. વાસ્તવમાં, દર વખતે નવો પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ફોન અનલોક કેવી રીતે કરવો? તમે તમારા લૉક કરેલા ફોનને અનલૉક કરી શકો છો. તમારે આના માટે બહુ કંઈ કરવું પડશે નહીં. ફક્ત નીચે આપેલ ટ્રિકને ફોલો કરી લેજો.

સૌથી પહેલા તમારો ફોન બંધ કરો.પછી થોડા સમય પછી પાવર બટન અને વોલ્યુમ ડાઉન બટનને એકસાથે દબાવો. આ પછી રિકવરી મોડનો વિકલ્પ દેખાશે. તમારે ફેક્ટરી રીસેટનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમને Wipe Cache નો વિકલ્પ દેખાશે. થોડા સમય પછી, તમારો ફોન ચાલુ કરો બસ આ કર્યા પછી ફોન પાસવર્ડ નાખ્યા વગર જ ચાલુ થઈ જશે.તમે તમારા Google એકાઉન્ટમાંથી તમારા ફોનનો પાસવર્ડ પણ રીસેટ કરી શકો છો. આ રીતે તમે તમારા ફોનનો ડેટા ગુમાવ્યા વગર તમારા મોબાઈલનું લોક ખોલી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે.સૌથી પહેલા Google Device Manager પર જાઓ. અહીં તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો. હવે તમારે અહીં તમારો ફોન સિલેક્ટ કરવાનો રહેશે. હવે તમે તમારી સ્ક્રીન પર લોક વિકલ્પ જોશો. હવે તમારો નવો પાસવર્ડ ટાઈપ કરો. આ પછી Lock પર ક્લિક કરો. નવા પાસવર્ડ વડે તમારા ફોનને અનલોક કરો.

error: