ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફરીથી પોતાની ખુરશી પર બેઠો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. વીડિયોમાં અર્ચના પુરણ સિંહને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેને પોતાની ખુરશી પાછી જોઈએ છે, કપિલ શર્મનો નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો હાલ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ શોની આ બીજી સીઝન છે. લોકો આ શોને પસંદ કરી રહ્યાં છે. આ શોને કપિલ શર્મા હોસ્ટ કરી રહ્યાં છે અને અર્ચના પૂરન સિંહ જજ તરીકે ખુરશી પર બિરાજમાન છે. પરંતું સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની ખુરશી પર નવજોત સિંહ સિદ્ધુ બેસેલા નજર આવી રહ્યાં છે. જેના બાદ સેટ પર હલચલ મચી જાય છે.
વીડિયોમાં અર્ચના પૂરનસિંહ કપિલને કહે છે કે, સરદાર સાહેબને કહો કે મારી ખુરશી છોડી દે. પહેલા તો કપિલ શર્મા શોની ખુરશી પર નવજોતસિંહ સિદ્ધઉને જોઈને ચોંકી જાય છે. તેને લાગે છે કે, કોઈએ સિદ્ધુનો મેકઅપ કર્યો છે. પરંતુ બાદમાં ખબર પડે છે કે, આ તો સાચે જ નવજોતસિંહ સિદ્ધુ છે. હકીકત એ છે કે, નવજોતસિંહ જજ તરીકે નહિ, પરંતું પત્ની સાથે ગેસ્ટ તરીકે શોમાં આવ્યા હતા. તેમની સાથે ક્રિકેટર હરભજનસિંહ અને તેમની પત્ની ગીતા બસરા પણ શોમાં ગેસ્ટ તરીકે નજર આવી હતી. તમામે સેટ પર ખૂબ મસ્તી કરી હતી.