ગઇકાલે ગરવા ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઇ પરંતુ યાત્રાળુઓએ છેલ્લાબે દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે.. આ પરિક્રમા દરમ્યાન હૃદય રોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઉભી કરી છે.બે દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે. આ મૃતકો જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે.. રાજકોટના 3 ભાવીકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે.જે શ્રદ્ધાળુઓના પરિક્રમા દરમ્યાન હાર્ટ અટેકથી મોત થયા છે તેમના નામ આ મુજબ છે.
મુળજી લોખીલ- (રાજકોટ
મનસુખ ભાઈ- રાજકોટ
અરવિંદ સિંધવ- રાજકોટ
પરસોત્તમભાઈ ભોજાણી- જસદણ
હમીર લમકા -અમરસર
રસિક ભરડવા -દેવળા
આલા ચાવડા -ગાંધી ધામ
અરુણ ટેઈલર -મુંબઈ
નટવર લાલ પટેલ -અમદાવાદ