Satya Tv News

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.આયુષ્માન યોજનામાં હવે માત્ર રિપોર્ટનો આધાર પૂરતો નહીં રહેતા હોસ્પિટલે પુરાવા આપવા પડશે. જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની CD પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે. જેની તપાસ બાદ જ કામગીરી આગળ વધારવામાં આવશે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આરોપીઓને કડક સજા કરાવવા પોલીસનો એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં ખ્યાતિકાંડમાં તપાસ માટે FSLની મદદ લેવામાં આવનાર છે. ઉપરાંત જરૂર પડશે તો પોલીસ આરોપીના નાર્કો ટેસ્ટ કરાવશે. ત્યારે હાલ પોલીસે તપાસના તાર ગાંધીનગર સુધી લંબાવ્યા છે. જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

error: