આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા નાંદોદ જિલ્લાના યુવા બાહોશ તથા ખેડૂતો અને મહિલાઓના હિત માટે હંમેશા તત્પર એવા યશસ્વી ધારાસભ્ય બહેન દર્શનાબહેન દેશમુખની એમના કાર્યસ્થળ પર શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન 2005 પહેલાના કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા એ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા 2005 પછીના કર્મચારીઓને પણ વહેલી તકે જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એ માટે સરકારમાં રજૂઆત કરવા માટે વિનંતી કરવામાં આવી. આ તકે નર્મદા જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ તથા રણજીતસિંહ તડવી, કુલદીપસિંહ રાઉલજી, કિરણસિંહ પઢિયાર, રજનીકાંત રાજ, અતુલભાઈ વસાવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .