પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બોલર સામે ભારતીય ટોપ ઓર્ડર ફેલ થયો છે. ભારતીય ટીમે 50 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી છે. ચોથી વિકેટ કે.એલ. રાહુલની પડી હતી. જેણે 26 રન બનાવ્યા હતા. આ પહેલા વિરાટ કોહલી 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે જયસ્વાલ અને પડિક્કલ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતા.
પર્થ ટેસ્ટમાં પહેલા સેશનમાં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ જેવા મોટા નામો સસ્તામાં આઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા છે. ભારતીય ટીમના પાંચ રનના સ્કોર પર સ્ટાર્કે ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. અને યશસ્વી જયસ્વાલને નિશાન બનાવ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ પછી હેઝલવુડે પડિકલને પેવેલિયનમાં મોકલ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમને ત્રીજો ઝટકો વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. હેઝલવુડે પણ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. લંચ સુધી ભારતનો સ્કોર 51/4 છે. હાલમાં ઋષભ પંત 10 રન બનાવીને ક્રીઝ પર હાજર છે અને ધ્રુવ જુરેલે ચાર રન બનાવ્યા છે.