Satya Tv News

ટીકરના રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. અગરિયાઓની મીઠાની મોસમ શરૂઆત થતા અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવવાનું કામની શરૂઆત કરે છે . રણમાં જુદા જુદા વિસ્તારોમાં અગરીયાઓએ કુવાઓ ખોદી એ પાણી અગરમાં વાપરે છે અહી રણમાં આવા સેંકડો કૂવાઓ છે .આ ઉપરાંત ખારા પાણીને મેળવવા માટે બોર પણ બનાવે છે જે કૂવાનીઆસપાસ જ હોય છે.જ્યારે ચોમાસુ આવેએ વખતે બોરને ભીની માટીથી કામચલાઉ બંધ કરી દે છે. રણ વિસ્તારમાં આશરે 500 જેટલા કૂવા બોર છે. જ્યારે આવા બોર કે કૂવા ખોદવામાં આવે ત્યારે એમાંથી મોટા જથ્થામાં ગેસ નીકળે છે, એ વખતે અગરિયાઓને ગૂંગણામણનો સામનો કરવો પડે છે.

ગેસ ગળતર થતા ટીનાભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. 30) રહે. સુંદરગઢનું મૃત્યુ થયું છે. જ્યારે સાગર અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. ૨૫) રહે.સુંદરગઢ અને ભરતભાઈ ચતુરભાઈ રાણેવાડિયા (ઉ.વ. 25)ને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બે અગિયારાઓની સ્થિતિ વધુ કથળતા તેમને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા તેઓની સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે

error: