ભાવનગરના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણા (ઉ.વ.20)એ ગત તા. 20-11-2017ના રોજ ચાર વર્ષિય માસુમ બાળાની એકલતાનો લાભ લઈ ચોકલેટ અપાવવાના બ્હાને પોતાના ઘરે લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે સંદર્ભે ભોગગ્રસ્ત બાળાના માતાએ મહેશ મકવાણા વિરુધ્ધ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ 376, પોકસો એક્ટ 2012ની કલમ 3, ૪, 5, 6, 8 અને 12 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
ઉપરોક્ત કેસમાં ભાવનગર સ્પે. પોકસો જજ અને ત્રીજી. એડી. સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ સરકારી વકીલ બી. જે. ખાંભલિયાની દલીલો 13 મૌખીક પુરાવા, 37 લેખીત પુરાવાને ધ્યાન પર લઈ આરોપી મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણાને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 6 મુજબના ગુનામાં કસુરવાર ઠેરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજાર દંડની સજા ફરમાવી હતી.