મુંબઈમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો અને PM મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ આ કોલને ગંભીરતાથી લઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, PM મોદીને આ પહેલા પણ અનેકવાર ધમકી મળી ચૂકી છે.આ તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.
દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પાસે હોય છે. વડાપ્રધાનની ચારે તરફ સુરક્ષા ઘેરો SPG જવાનોનો જ હોય છે.PMની સુરક્ષામાં રહેલા જવાનોને અમેરિકાની સીક્રેટ સર્વિસની ગાઇડલાઇન્સ અનુસાર ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમની પાસે MNF-2000 અસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોર્ડન હથિયાર હોય છે.