મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી. મુંબઇથી દિલ્હી સુધી મહાયુતિમાં બેઠકો ચાલી રહી છે. જોકે,આ પહેલા જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ શકે છે. મહારાષ્ટ્રના મંત્રી મંડળમાં મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને અન્ય મળી કૂલ 23 મંત્રી બનશે.શિદે જૂથ નાણાં ખાતાની માંગ કરી રહ્યું છે બીજી તરફ અજિત પવાર જૂથ આ ખાતું છોડવા માટે તૈયાર નથી. અજિત પવાર જૂથે નાણાં ઉપરાત કૃષિ વિભાગની પણ માંગ કરી છે.