અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે ખુલ્લા આક્ષેપ કર્યા હતા. અમદાવાદ ખાતે ભરતીમાં રીન્યુ કોન્ટ્રાકટ કર્મીઓ પાસે રૂ 80 હજારથી એક લાખ જયારે નવા ઉમેદવારો પાસેથી 3 થી 4 પગાર એડવાન્સમાં ખંખેરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર ઈ.એસ.આઈ.સી હોસ્પિટલમાં ભરતી ના નામે ખાયકી કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદ એ કર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ અંગે મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ માહિતગાર કરશે. અંકલેશ્વર માં આવેલી ઈ.એસ.આઈ.સી હોસ્પિટલમાં ભરતી કાંડ આચરવામાં આવ્યું હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ માહિતગાર કરવા તૈયારી કરી છે. છેલ્લા એક સપ્તાહથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા ને ટેલિફોનિક માધ્યમથી અંકલેશ્વર ઇ.એસ. આઈ.સી હોસ્પિટલ ની ભરતી પ્રક્રિયા માં ગેરરીતિ ની માહિતી મળતી હતી.સાંસદ મનસુખ ભાઈ વસાવા એ ની શનિવારે અંકલેશ્વરની રૂબરૂ મુલાકાતમાં ખુબ જ ચોંકાવનારી હકીકત બહાર આવી. હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોન્ટ્રાક્ટ નાં કર્મચારીઓ ફરી રીન્યુ (ભરતી) કરવા એડવાન્સમાં બે પગાર 80000 થી 1લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનું તેઓ ના ધ્યાને આવ્યું છે.કેટલાક નવા ઉમેદવાર ફ્રેશર પાસે તો 3 અને 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવે છે તેવો પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાછલા વર્ષોમાં પણ જે તે કંપની ઓએ પૈસા લઈને ભરતી કરી હોવાના આક્ષેપ કરાયા છે. ભરતી પ્રક્રિયામાં ખરેખર હોસ્પિટલમાં જ ભરતી કરવી જોઈએ અથવા તો અન્ય કોઈ પણ સ્થળે ભરતી કરવી જોઈએ પરંતુ આ નવી એજન્સી દ્વારા સીધા અમદાવાદ તેમની હેડ ઓફિસ એ ઉમેદવારોને બોલાવ્યાં હતાં