ભરૂચના ઝઘડિયા વિસ્તારમાંથી ગતરોજ રાત્રિના એક ટેન્કર ચાલક કન્ટેનરમાં અંદાજીત 24 ભેંસોને ક્રુરતા પૂર્વક અને ઘાસચારો અને પાણીની સુવિધાઓ રાખ્યા વગર કોઈ સ્થળે લઈ જવાતી હતી.આ સમયે રાત્રીના સમયે ઝઘડિયાના ચાર રસ્તા નજીક સ્પીડ બ્રેકર કુદી જતા ચાલકે સ્ટોરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં કન્ટેનરમાં ક્રુરતા પૂર્વક બાંધેલી 9 ભેંસોના મોત નિપજ્યા હતાં.ઘટનાની જાણ થતાં ઝઘડિયા પોલીસે સ્થળ પર દોડી આવી 15 ભેંસોને બચાવી ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.