અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું, જેના પગલે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી સગીરાને અચાનક પેટમાં દુ:ખાવો શરુ થઈ ગયો હતો. માતાને આ અંગે જાણ થતાં તે પોતાની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ જાણતાં જ માતા અને પરિવાર ચોંકી ઉઠ્યો હતો.
ઝડપાયેલો આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો. સપ્ટેમ્બર મહિનામાં તેણે સગીરાને એક મંદિર પાસે બોલાવતાં તે તેની બહેનપણી સાથે ત્યાં ગઈ હતી. જે બાદ શખસ સગીરાની બહેનપણીને દૂર ઉભી રાખી સગીરાને ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના ત્રણેક અઠવાડિયામાં પુનઃ તેને તે જ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઓક્ટોબર મહિનામાં શખસે તેના મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ કુકર્મ કર્યું હતું. આ અરસામાં તેણે સગીરા સાથે બળજબરી કરી ફોનમાં તેનો નગ્ન ફોટો મંગાવ્યો હતો.
સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી સુરત ભાગી ગયો હતો. પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિવિધ સ્થળોનું પંચનામું અને તબીબના રિપોર્ટ સહિતના સાંયોગિક પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.