Satya Tv News

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. મેકર્સે લોકોની ડિમાન્ડને જોતાં ફિલ્મને 6 ને બદલે એક દિવસ વહેલા એટલે કે 5 ડિસેમ્બરે જ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી તે વધુ કમાણી કરી શકે ત્યારે ફિલ્મની પાયરસી થઈ છે અને તે ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.અલ્લુ અર્જુનની પુષ્પા 2, ઈબોમ્મા, મૂવીરૂલ્ઝ, તમિલ રૉકસ, ફિલ્મીજલા, તમિલયોગી, તમિલબ્લાસ્ટર, બોલી4યુ, જેશા મૂવીઝ, 9x મૂવીઝ અને મૂવીજડા જેવા પાયરસી પ્લેટફોર્મ પર મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ ફિલ્મ 1080p, 720p, 480p, 360p, 240p, HDમાં ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર પુષ્પા 2 ધ રૂલ ટેલિગ્રામ લિન્ક, પુષ્પા 2 ધ રૂલ મૂવી HD ડાઉનલોડ ની લોકપ્રિયતા વધી ગઈ છે.હાલ પુષ્પા 2 થિયેટરોમાં હાઉસફૂલ જઈ રહી છે અને ટિકિટ મળવી મુશ્કેલ છે ત્યારે જેમને ફ્રીમાં જોવા મળી જશે તો તેઓ થિયેટર સુધી જશે નહીં અને મેકર્સને કરોડોનો ફટકો પડી શકે છે.

error: