Satya Tv News

મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જના ડેટા અનુસાર સોનાના ભાવમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 76971 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જોકે, જ્યારે સવારે 9 વાગ્યે બજાર ખુલ્યું ત્યારે સોનું રૂ. 76,978 પર ખૂલ્યું હતું અને દિવસના નીચલા સ્તરે રૂ. 76,951 પર પણ પહોંચી ગયું હતું. એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ્યારે બજાર બંધ થયું ત્યારે સોનાની કિંમત 77,092 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. નિષ્ણાતોનું માનીએ તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, સવારે ચાંદીની કિંમત 391 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 92,902 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ દિવસના નીચલા સ્તરે રૂ. 92,832 પર પહોંચી ગઈ હતી. જોકે ગુરુવારે ચાંદી રૂ.92,987 પર ખુલી હતી. બુધવારે જ્યારે MCX બંધ થયો ત્યારે ચાંદીની કિંમત 93,293 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી.

error: