દેડીયાપાડા તાલુકાના મોસીટ ગામના યુવાન ને પત્ની ની વાત મન માં લાગી આવતા આવું પગલું ભર્યું
નર્મદા જિલ્લામાં આવેલા દેડીયાપાડા તાલુકાના મોસીટ માં બનેલી ઘટના મા એક પરણિત યુવાને ને તેની પત્ની એ છૂટાછેડા લેવા કહેતા આપઘાત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નટવરભાઇ મનસુખભાઇ વસાવા, રહે.મોસીટ, મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના દિકરા અક્ષયભાઇ નટવરભાઇ વસાવા ઉ.વ.આ.૨૩ રહે.મોસીટ નાઓને તેમની પત્ની ધ્રુવીકાબેન એ ઘરે આવી ઘરના સભ્યની હાજરીમા કહેલ કે હું હવે તારી સાથે રહેવાની નથી અને તારી સાથે છુટાછેડા લેવાની છુ અને હુ મારા પિતાજીના ઘરે જવાની છુ તેમ કહેતા દિકરા અક્ષયભાઇ નાઓને મનમા લાગી આવતા કોઇને કિધા વગર ઘરમાથી તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગે થી તા.૦૫/૧૨/૨૦૨૪ સવારના આશરે છ એક વાગ્યાના અરસામા મોસીટ ગામની સીમમા આવેલ રમેશભાઇ નારસીંગભાઇ વસાવા ના ખતેરની બાજુમા આવેલ ઝાડ ની ડાળી સાથે પોતાના જાતેજ પોતે પહરેલ શર્ટ વડે ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હોય દેડીયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી,ડેડીયાપાડા