Satya Tv News

સક્સેસફુલ અને ખુશમિજાજ દેખાતી કરિશ્મા કપૂરની અંગત જિંદગી સમસ્યાઓથી ભરેલી રહી હતી. કરિશ્મા કપૂર એ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નની પહેલી રાત્રે જ તેને ખબર પડી ગઈ કે તેને ખોટા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. કરિશ્મા કપૂરને લગ્નના પહેલા દિવસથી જ ખબર હતી કે તેને આ લગ્ન કરીને ભૂલ કરી છે. કારણકે લગ્ન પછી તેનો પતિ સંજય કપૂર જ નહીં તેના પરિવારના લોકો પણ અભિનેત્રીને ત્રાસ આપતા હતા.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરિશ્મા કપૂર એ તેની સાથે બનેલી ઘટનાઓ વિશે ખુલાસો કર્યો હતો. કરિશ્મા કપૂર એ કહેલી વાતો એવી હતી કે જેનાથી બોલીવુડમાં પણ ખડભડાટ મચી ગયો હતો. કરિશ્મા કપૂર ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી સંજય કપૂર તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. એટલું જ નહીં અભિનેત્રીએ એવું પણ કહ્યું કે જ્યારે તેઓ હનીમૂન પર ગયા ત્યારે સંજય કપૂર એ કરિશ્મા કપૂરની બોલી લગાવી હતી. સાથે જ કરિશ્મા કપૂરને તેના મિત્રો સાથે સુવા માટે ફોર્સ કર્યો હતો. સંજય કપૂર પોતાના મિત્રોને કરિશ્મા કપૂર સાથે સુવા શું કિંમત ચૂકવવી પડશે તે પણ જણાવ્યું હતું. કરિશ્મા કપૂર જ્યારે આ વાત ન માની તો સંજય કપૂર એ તેની સાથે મારપીટ કરી હતી.

ડિવોર્સ લેવા પણ કરીશ્મા કપૂર માટે સરળ ન હતા. વર્ષ 2016 માં સંજય કપૂર અને કરિશ્મા કપૂરના ડિવોર્સ થયા. ડિવોર્સ દરમિયાન પણ સંજય કપૂર એ કરિશ્મા કપૂર પણ આક્ષેપ કર્યા હતા કે તેને લગ્ન પૈસા માટે કર્યા હતા. હાલ કરિશ્મા સિંગલ મધર છે અને તે પોતાના બંને બાળકો કિયાન અને સમાયરાની જવાબદારી એકલી ઉઠાવે છે.

error: