Satya Tv News

ચારેય ગામોમાં કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં એક કરોડ થી વધુ ના વિકાસ કાર્યો

લાખો ના ખર્ચે થયેલ કામોથી ચાર ગામના લોકોની સુખાકારી માં વધારો થશે

નેરોલેક કંપનીએ ત્રણ ગામના ગ્રામજનોને રાત્રીના અંધકારથી છુટકારો અપાવ્યો

વાગરા ના સાયખાં કેમિકલ ઝોન માં આવેલ કંસાઈ નેરોલેક કંપનીએ આંકોટ, દેરોલ,સલાદરા અને વાગરા ગામમાં સી.એસ.આર. ફંડમાંથી છ હાઇમાસ્ટ ટાવર અને પેવરબ્લોકનો રસ્તા ની ભેટ આપી હતી.આંકોટ ગામે કંપની ના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ અને દેરોલ માં એચ.આર. હેડ પ્રણવ પારેખ,વાગરામાં કોમર્શિયલ હેડ જીગર પાઠક ના હસ્તે રિબન કાપી ગ્રામજનો માટે હાઈ માસ્ટ ટાવર ખુલ્લો મુક્યો હતો.જ્યારે સલાદરા ગામે કંપની પેવર બ્લોક નો બનાવેલ રસ્તાને ગામ અગ્રણી અશોકભાઇ હસ્તે રિબન કાપી લોકાર્પણ કર્યું હતુ.આંકોટ માં બે,દેરોલ ગામે બે તેમજ વાગરા પોલીસ લાઈનમાં બે ટાવરનું લોકાર્પણ થતા ગ્રામજનોને રાત્રીના અંધકારથી કંપનીએ છુટકારો અપાવ્યો હતો.કંપનીએ કરેલ કામોને ચારે ગામના આગેવાનો અને સરપંચો એ આવકાર્યા હતા.કંપનીની નિષ્ઠા સાથે ની સારી કામગીરી ને લઈ કંપની હજુપણ લોકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરે એવી લોકમાંગ પ્રબળ બની છે.લોકાર્પણના પ્રોગ્રામમાં કંપનીના સિક્યોરિટી એડમીન પરેશભાઈ પટેલ,કંપની ના વિવિધ ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓ,સરપંચો સહિત ના ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગામમાં અત્યાર સુધી નેરોલેક કંપનીએ એક કરોડ ના કામ કરી ચૂકી છે.જ્યારે સ્થાનિક ગામોના લોકોની માંગ ને ધ્યાને લઇ કંપની સત્તાધીશોએ આસપાસના ગામોમાં સી.એસ.આર ફંડ હેઠળ સમાજ ઉપયોગી કાર્ય કરવા તત્પરતા બતાવી હતી.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: