Satya Tv News

કૃષિ યુવિનર્સિટી દેડિયાપાડાના કૃષિ વૈજ્ઞાનિકો અને તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પુરૂં પાડ્યું

સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે દેડિયાપાડા તાલુકા મથકે વેરાઈ માટા મંદિરના પ્રાંગણમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.

દેડિયાપાડા તાલુકાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે વિવિધ ગામોમાંથી ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કૃષિ યુનિવર્સીટી દેડિયાપાડાનાકૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી પધ્ધતિ, પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક પદ્ધતિ, મિશ્ર ખેતી, ખેતી પાકોના મૂલ્ય વર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર પોતાના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ખેડૂતોએ તેમને મુંઝવતા પ્રશ્નોનું આદાન-પ્રદાન કરી જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો પાસેથી મેળવ્યું હતું. કાર્યક્રમના સ્થળે કૃષિ પ્રદર્શન સ્ટોલ થકી યોજનાકીય અને આધુનિક કૃષિ જેવી બાબતો અંગે વિગતવાર માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો મુખ્ય હેતુ ખેડૂતોમાં રવિ પાક માટેની નવી ટેકનોલોજી, પાક ઉત્પાદન અને સક્ષમ ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવા અને તેઓને માર્ગદર્શન પૂરૂં પાડવાનો છે. આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતોએ રવિ પાક માટે યોગ્ય ખાતર, બિયારણ અને ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે ખેતી માટે વિવિધ સહાય યોજનાઓની જાણકારી અને સરકાર દ્વારા મળતી સહાય વિશે વિગતવાર ચર્ચા સાથે નવી તકનીક વિશે સમજણ આપવા સાથે ખેતીને વધુ ફાયદાકારક બનાવવા અંગે પ્રેરણા પુરી પાડવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં સાગબારા, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકામાં પણ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. અને વિવિધ સ્ટોલ પરથી ખેતી વિષયક જાણકારી મેળવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી,ડેડીયાપાડા

error: