જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી, જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત કુલ સાત લોકોનાં મોત થયાં હતા. બે કાર વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે.