નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા માંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે એક શખ્સ ને સુકા ગાંજા ના મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાય.એસ.સીરસાઠ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા, નર્મદા નાઓ અને તેમની ટીમે નાલાકુંડ ગામ ત્રણ રસ્તા થી સુકા ગાંજા સાથે ચંપાલાલ નાજલીયા પાવરા રહે.હાડાખેડ તા.શિરપુર જી. ધુલિયા (મહારાષ્ટ્ર) ને પોતાના કબજા ની હિરો એચએફ ડીલક્ષ મોટર સાયકલ નંબર MH.18 AV.0267 ઉપર મીણિયા કોથળામાં પ્લા.ની થેલીમાં ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજો કૂલ ૪ કિલો ૨૧૦ ગ્રામ ગાંજાની કૂલ કિ.રૂા.૪૨, ૧૦૦/- તથા એક મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/-તથા મોટર સાયકલ ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.૬૪,૧૦૦/-નો મુદ્દામાલ અમરસિંગભાઇ વિરજીભાઇ વસાવા રહે. દેવમોગરા તા.સાગબારા, જી.નર્મદા નાઓને વેચાણથી આપવા જતાં પકડાઇ જતા તેના વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા