શિક્ષકો અને આચાર્ય માટે આંખ ઉઘાડનારો કિસ્સો
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગયા અઠવાડિયે બાલિકાને અડપલાં કરવા બાબતે નોંધાયેલ પોક્સો એક્ટ મુજબના ગુનાની ભોગ બનનાર બાલિકા દ્વારા આચાર્યીને સવારે 11:30 વાગે આખી બાબતથી વાકેફ કરવામાં આવે છે તેમ છતાં આચાર્ય દ્વારા સાંજ પડતા સુધી પણ આ બાબતે પોલીસને જાણ કરાતી નથી કે તેમના દ્વારા કોઇ એક્શન લેવાયેલ નહી. જેથી તપાસકર્તા અધિકારી પી.આઇ. પ્રકાશ પંડ્યાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસાડવા માટે, ખોટી રીતે સમાધાન માટે પ્રયત્ન કરનાર અર્થશાસ્ત્રના શિક્ષક નિલેશ વસાવા તથા નિષ્કાળજી દાખવનાર આચાર્ય ગોવિંદભાઈ વસાવાને પોક્સો એક્ટ મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાના મુખ્ય આરોપી અનિલ રાજવીની પોલીસે બનાવના દિવસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમગ્ર પંથકમાં આ કેસના કારણે સૌથી પ્રતિષ્ઠિત સ્કૂલ કે જે આઝાદીના દસકા ઓના સમયથી જ વિદ્યાર્થીઓને અવિરત જ્ઞાન આપે છે તે સ્કૂલના શિક્ષક ની આવી ઘટનામા સંડોવણી થી ડેડીયાપાડા નગરમાં આ ઘટનાની ચર્ચાથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને સમાજ માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી ડેડીયાપાડા