નર્મદા: આગામી 21 થી 24 ડિસેમ્બર દરમ્યાન એકતાનગર (કેવડીયા) ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાવાની હોય જેના ભાગરૂપે બી.આર.સી ભવન ગરુડેશ્વર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત કક્ષાએથી મિતેશભાઈ ભટ્ટ પરેશભાઈ પટેલ,સરદારસિંહ મછાર, અનિરૂદ્ધસિંહ સોલંકી, ભારતસિંહ સોલંકી, ઘનશ્યામભાઈ પંચોલી અને દિગંતભાઈ પટેલ પદાધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે તાલુકા અને જિલ્લાના તમામ હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું અને પૂર્ણાહુતિ મહામંત્રી મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી હતી એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.