Satya Tv News

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને ઓછી કરવા માટે જોઈએ છે. એટલે કે દેવાને ઓછું કરવા માટે રિલાયંસ મોટી લોન લેવાની તૈયારીમાં છે.મુકેશ અંબાણી વર્ષ 2025માં પોતાની કંપનીના દેવાને ઓછું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. લોન ચુકવવા માટે તેમણે નવી લોનનું પ્લાનિંગ કર્યું છે. જોકે, વર્ષ 2025માં ઘણી લોનની રિપેમેન્ટની ડેડલાઈન પુરી થઈ ગઈ છે. મુકેશ અંબાણી તે લોનને ચુકાવવા માંગે છે, જેની ચૂકવણી તેમણે આગામી વર્ષ સુધી કરવાનું છે.

આ લોનને ચૂકવણી માટે કંપનીના 3 અરબ ડોલર એટલે કે લગભગ 25500 કરોડ રૂપિયાની જરૂર છે, જેના માટે તે નવી લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેના માટે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની ચર્ચા ઘણી બેંકોની સાથે ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ પર પહેલાથી 2.9 અરબ ડોલરનું દેવું છે. તેના પહેલા વર્ષ 2023માં પણ કંપનીએ 8 અરબ ડોલરની લોન લીધી હતી. રિલાયંસ જિયો અને તેની અન્ય સહાયક કંપનીઓને આ દેવાને લગભગ 55 બેંકોએ ભેગા મળીને ફાઈનાન્સ કર્યું હતું.

error: