Satya Tv News

રાજપીપળા એસટી ડેપો ની બસ માલસામોટથી ડેડીયાપાડા તરફ જતી હતી ત્યારે માલસામોટ ના મહિલા સરપંચ અને તેમના સસરા કમળો ઝરાવી ને પરત ફરતા અકસ્માત થયો

અકસ્માત માં સરપંચ ના પતિ, સસરા અને ડ્રાઈવર ને ઇજા થતા સારવાર હેઠળ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોકટી ગામ ના વળાંક ના એસટી બસે ફોર વ્હીલ ગાડી સાથે અકસ્માત કરતા મહિલા સરપંચ નું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ ને ઇજાઓ થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોમાભાઇ હેરીયાભાઈ વસાવા ઉ.વ.૪૭ રહે. સામોટ ત્રણ ખડકા ફળીયુ તા. દેડીયાપાડા જી.નર્મદા નો એ આપેલ ફરિયાદ મુજબ કોકટી ગામના વળાંક માં એસટીબસ નં-GJ-18-2-6678 ના ચાલકે ફોરવ્હીલ ગાડી નં.GJ-16.CB- 1647 ની સાથે અકસ્માત કરી ફોરવ્હીલ ગાડીના ડ્રાઇવર વિજયભાઇ સામાભાઇ વસાવા ને જમણા હાથમા ફ્રેકચર કરી તથા હેરીયાભાઇ ડુસીયાભાઇ વસાવા ને માથાના ભાગે ઇજા કરી તથા દામાભાઇ હેરીયાભાઇ વસાવા ને માથાના ભાગે તથા કપાળના ભાગે ઇજા પહોંચાડી તથા મરનાર મહિલા સરપંચ કવીતાબેન દામાભાઇ વસાવા ઉ.વ.૫૦ ને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે બસ ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ આ અકસ્માત માં મૃત્યુ પામનાર કવીતાબેન દામાભાઇ વસાવા માલ સામોટ ગામના સરપંચ હતા, જ્યારે તેમના પતિ દામાભાઈ તેમના સસરા અને ડ્રાઈવર આમ ત્રણ ને ઇજાઓ થઈ છે. પતિ દામાભાઈ તેમના પત્ની અને પિતા ને કમળો થયો હોય ત્રણ દિવસથી કમળો ઝરાવવા લઈ જતા હતા અને અકસ્માત ના દિવસે પણ કમળો ઝરાવી પાછા વળતા અકસ્માત થયો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: