શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે.અમદાવાદમાં ઘરે પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે. 1 જાન્યુઆરીથી પાળતૂ શ્વાનનું AMCમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. શ્વાન અને તેને રાખવાની જગ્યાના ફોટા આપવા કોર્પોરેશનમાં આપવા પડશે. AMCની વેબસાઈટ પર શ્વાનના ફોટા અપલોડ કરવાના રહેશે. પાલતુ શ્વાન રાખવા 200 રૂપિયા ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહિ, પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ 90 દિવસમાં આ રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે.અરજદારનું આધાર કોડ/ચુંટણી કાર્ડ, અરજદારનું ટેક બિલ અરજદારનું લાઈટ બિલ – અરજદારનો ફોટોગ્રાફસ – પાલતુ શ્વાનનો ફોટો, પેટ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ આમ, અમદાવાદમાં પાળતૂ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. જેથી પાલિકા પાસે તમારા પાળતૂ શ્વાનની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે.