Satya Tv News

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વે હાથ થનાર છે. તો તાત્કાલિક લાભાર્થીઓએ તલાટી અથવા તાલુકા પંચાયતનો સંપર્ક કરવા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે
મનસુખ વસાવા સંસદસભ્ય, ભરૂચ લોકસભા મત વિસ્તારની અધ્યક્ષતામાં દિશા કમીટીની બેઠક જિલ્લા પંચાયત નર્મદા ખાતે યોજાયેલ છે. જેમાં મળેલ સુચના મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ ડેડીયાપાડા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી દિવસોમાં નવા આવાસોનું સર્વે થનાર હોય. ૪૬ જેટલી સર્વે ટીમો તમામ ગ્રામ પંચાયતોમાં આવનાર હોય. તમામ દેડીયાપાડા તાલુકાના લાભાર્થીઓએ જોબકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક પાસબુકની નકલ, અધ્યતન ઘર વેરા પાવતી, કાચા ઘરનો ફોટો વગેરે દસ્તાવેજો તૈયાર રાખવા તાલુકા પંચાયત વહીવટી તંત્ર ડેડીયાપાડા તરફથી વિનંતી છે. અને ડેડીયાપાડા તાલુકાના તમામ નાગરીકોને જણાવવાનું કે, કોઇ પણ વિધવા, નિરાધાર, ઘર વિહોણા નાગરીકો માટે ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટ આપવાની યોજના અમલમાં છે, જેથી જરૂરીયાતમંદ લોકોએ આ અંગેની અરજી તાલુકા પંચાયત કચેરી, ડેડીયાપાડા ખાતે આપી જવા વિનંતી કરવામાં આવી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: