નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડિયાપાડા પોલીસ દારૂ ના વેપલા પર બાઝ નજર રાખે છે જેના કારણે દારૂની હેરફેર કરતા લોકો એક બાદ એક પોલીસ ના હાથે પકડાઈ રહ્યા હોય ગઈકાલે પણ સાગબારા પોલીસે બે વ્યક્તિઓ ને બિયર ના ટીન સાથે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ ખોચરપાડા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતી એ સમયે બાતમીના આધારે પોહનાભાઈ રવજીભાઈ ચૌધરી રહે.જુના ઉમરપાડા બસ સ્ટેન્ડ ફળીયુ તા. ઉમરપાડા, જી.સુરત તથા રજનીકાંતભાઈ માનસીંગભાઈ વસાવા રહે.ટાવલ ઝુમ્માવાળી ફળીયુ તા.ઉમરપાડા, જી.સુરત ના ઓએ પોતાના કબ્જા માંની અર્ટિકા ફોર વ્હીલ ગાડીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયર ટીન ૨૪૦ નંગ કિ.રૂ.૩૦,૦૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા તાલુકાના પુરઆંબી ગામ ખાતે સાગર સરદાર વળવી પાસેથી મેળવી હેરાફેરી કરતા પકડાઈ ગયા હતા. આ બંને પાસેથી પ્રીહી. મુદ્દામાલ તથા મોબાઇલ ફોન બે કિ.રૂ.૭૦૦૦/- તથા અટીકા ફોર વ્હીલ ગાડી આશરે કિ.રૂ.૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૮૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે સાગબારા પોલીસે બંને ને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા