Satya Tv News

અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ છે.

આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને રાજ થઈ રહ્યું છે: ચૈતર વસાવા

અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓ એ જાતે અરજદાર બની 2 FIR કરેલ છે: ચૈતર વસાવા

બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીયે : ચૈતર વસાવા

મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે: ચૈતર વસાવા

પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવાગામ(દેડીયાપાડા) અટકાયત કરી છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ.

મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. આજે પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: