સોનાના ભાવમાં સતત છેલ્લા 4-5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સોનામાં રોકાણ કરવા માંગતા લોકો માટે આ સુનેરો અવસર છે. આવો જાણીએ કે રાજકોટ અને અમદાવાદમાં સોના-ચાંદીનો શું ભાવ ચાલી રહ્યો છે.? આજે રાજકોટમાં સોનાના ભાવ 76 હજાર 70 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 88 હજાર 70 રૂપિયા નોંધાયો છે.રાજકોટ બાદ અમદાવાદમાં આજે સોનાનો ભાવ 77 હજાર 840 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 92 હજાર 500 રૂપિયા નોંધાયો છે.