Satya Tv News

વર્ષગાંઠ હોવાથી શાળા માં નહી જવા બાબતે પિતાએ ઠપકો આપતા આ પગલું ભર્યું;

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ રહે.કેવડીયા કોલોની કેટેગરી ૩ બ્લોક નં ૧૦ રૂમ નં.૫૫ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે નિશાળ ફળીયુ, ખુટકર ગામ તા શહેરા, જી.પંચમહાલ નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમની દીકરી રક્ષા અર્જુન રાઠોડનો ગઈકાલે જન્મદિવસ હતો. અને એ પોતાના જન્મદિવસ ના કારણે તેની સ્કૂલે ગઈ ન હતી. માટે સ્કૂલે ન જતા તેના પિતાએ ઠપકો આપતા તેને લાગી આવતા કેવડિયા બજારની પાછળમાં આવેલ તેના પિતાના રહેઠાણે દુપટ્ટાનો ફાંસો બનાવી પંખે બાંધી લટકી આત્મહત્યા કરી લેતા તેનું મોત થયું હતું. આ બાબતની કેવડિયા પોલીસને જાણ થતા કેવડિયા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા , સત્યા ટીવી, ડેડીયાપાડા

error: