સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ બન્નેના છૂટાછેડાના સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા હતા. દરમિયાન, હવે બચ્ચન પરિવારે કંઈ પણ બોલ્યા વિના આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અગાઉ એક પાર્ટીમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા. જે બાદ હવે ફરી એક વખત અભિષેક અને ઐશ્વર્યા તેમજ અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.આ વીડિયો કપલની દીકરી આરાધ્યાના એન્યુઅલ ફંક્શનનો છે, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં જતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો.
આ બધાની વચ્ચે ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચનનો હાથ પકડી સંભાળતી જોવા મળી રહી છે. જે જોઈને ફેન્સ પરફેક્ટ વહુનો ટેગ પણ આપી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા છે.કપલની વાત કરીએ તો આ દરમિયાન બંને ખુશ હતા. આ દરમિયાન અભિષેકે કેઝ્યુઅલ લુક લીધો હતો અને ઐશ્વર્યા પણ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અભિષેક ક્યારેક ઐશ્વર્યાનો દુપટ્ટો સંભાળતો તો ક્યારે પત્ની પહેલા આગળ જવા આગ્રહ કરતો જોવા મળી રહ્યો છે.