ગુજરાત સમાચાર ની પોર્ટલ જણાવાયા આનુસાર ગુજરાતમાં એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 55 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં નવેમ્બર 2024 સુધી સ્વાઇન ફ્લૂના 1999 કેસ નોંધાયા હતા. સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં કર્ણાટક 3489 સાથે મોખરે, કેરળ 3307 સાથે બીજા, દિલ્હી 3112 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 2057 સાથે ચોથા જ્યારે ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં 2023ની સરખામણીએ 2024માં સ્વાઇન ફ્લૂના કેસમાં 8 ગણો વધારો નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 212 લોકો સ્વાઇન ફ્લૂથી સંક્રમિત થયા હતા અને 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા.
વર્ષ 2018થી વર્ષ 2024 સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 11178 કેસ નોંધાયેલા છે જ્યારે 381 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ડૉક્ટરોએ પણ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ 2024માં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો હતો. ઘણા કેસમાં લાંબા સમયની કફની સમસ્યા બાદ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તેમાં એચ1એન1નું નિદાન થયેલું છે.