તંત્રની આંખ ક્યારે ખુલશે ? કે પછી તંત્રને જગાડવા લોકોએ રસ્તા ઉપર આવવું પડશે ?
વિસ્તારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત રાજકીય નેતાઓ દ્વારા રસ્તા પ્રત્યે ઓરમાયું વર્તન કેમ?
સાગબારા થી પાટ ગામને જોડતો રસ્તો છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધુ સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં તેના નવીનીકરણ માટે તંત્રની આંખ ખુલતી નથી. ત્યારે આ વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે શું તંત્રની આંખ ખોલવા લોકોએ રસ્તા ઉપર ઉતારવું તો નહીં પડે ને ?
તાલુકા મથક સાગબારા થી પાટ ગામને જોડતો રસ્તો માંડ પાંચ કિમીનો છે, છતાં છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તો બિસ્માર બનતા આ વિસ્તારના વાહન ચાલકો સહિત રાહદારીઓએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. આજ પાટ રોડ ઉપર સાગબારા નગરમ પ્રાથમિક શાળા, જે કે હાઈસ્કૂલ, આદર્શ નિવાસી કન્યા શાળા, ભાવરીસાવર આશ્રમ શાળા સહિત ડિજીવીસીએલ ની કચેરી અને સબ સ્ટેશન આવેલ છે. આ બિસ્માર રસ્તાના કારણે શાળાએ જતા નાના મોટા વિધાર્થીઓ સહિત કચેરીમાં જતા કર્મચારીઓ તેમજ શાળાએ જતા શિક્ષકમિત્રો તેમજ કચેરી ખાતે કામકાજ અર્થે જતી તાલુકાની જનતાને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે.
સાગબારા તાલુકા મથક હોવા છતાં તેને જોડતા ગામોના રસ્તાઓની અત્યંત ખરાબ હાલત છે. આ રસ્તો કહેવાય છે કે વર્ષો પહેલા બન્યો હતો જેને બાદમાં રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી. જ્યારે કે આ રસ્તે સાગબારા તાલુકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ રાજકીય પાર્ટીઓના નેતાઓ રોજબરોજના સાગબારા ખાતે કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે આવતા જતા હોય છે. તો શું તેઓને આ રસ્તાની હાલત નજરે પડતી નથી? પાંચ વર્ષ અગાઉ આ રસ્તો બન્યો જેમાં ત્યારબાદ ન તો સમારકામ કર્યું ન તો નવીનીકરણ કરવામાં આવ્યું. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહો છે.
ત્યારે મળતી માહિતી મુજબ વિસ્તારના લોકોમાં ચર્ચા છે કે તંત્રની આંખ નહીં ખુલે તો લોકો જાતેજ તંત્રને જગાડવા માટે રસ્તા ઉપર ઉતારવા મજબુર બનવું પડશે. ત્યારે લોકોમાં એમ પણ ચર્ચા છે કે અહીં ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા હોવાના કારણે અહીંનો રસ્તો બનવવામાં સરકારને કે પછી અહીંના અધિકારીઓને રસ નથી. અને સરકાર તેમજ અધિકારીઓ દ્વારા તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યા ની પણ હાલ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા