
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ચહલ તેના મજાકિયા અંદાજ માટે જાણીતો છે, જ્યારે તેની પત્ની ડાન્સ માટે ફેમસ છે.ધનશ્રી વર્માના પરિવાર વિશે જાણીએ. જે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની છે.યુઝવેન્દ્ર અને ધનશ્રીના લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ચહલે ઈન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના તમામ ફોટા ડિલીટ કરી દીધા છે. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. રિપોર્ટ અનુસાર બંને ટુંક સમયમાં અલગ થવા જઈ રહ્યા છે.ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ધનશ્રી રિયાલિટી શો ઝલક દિખલા જામાં જોવા મળી ચૂકી છે. આ શોમાં ચહલ પણ ધનશ્રીને સપોર્ટ કરવા આવ્યો હતો. ધનશ્રી અનેક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ ચૂકી છે.ધનશ્રી વર્માએ પોતાના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર પોતાની અલગ ઓળખ બનાવી છે. તે અનેક મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચુકી છે. ક્રિકેટ જગતના ચાહકો સ્ટાર ડાન્સર અને કોરિયોગ્રાફરને યુઝવેન્દ્ર ચહલની પત્ની તરીકે ઓળખે છે.