Satya Tv News

 નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ની સંસ્કાર વિધાલય ના વિદ્યાર્થી ઓએ વાધેચા, કામરેજ ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.1 વસાવા મહેક, 2.વસાવા શ્રેયાંશી અને સહાયક શિક્ષક નિલેશભાઈ તથા વિપેશભાઈ  સુંદર ભૂમિકા ભજવી મિલેટ્ઝ (ધાન્ય) પ્રોજેક્ટ બનાવી સફળ કર્યો હતો. જેમાં શાળા ના તમામ શિક્ષકોએ અલગ અલગ વાનગી બનાવી સહકાર આપ્યો હતો. તે બદલ શાળા ટ્રસ્ટી ધનંજય શાહ, હિતેષભાઇ દરજી (એડવોકેટ) તથા આચાર્ય મેહુલ પરમાર અને શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા.અને વિદ્યાર્થીઓએ નગર જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષા ઝોનમાં પ્રથમ ક્રમ મેળવી ખૂબ જ સફળતા મેળવતા તેમના પર અભિનંદનની વરસાદ થઈ રહી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

error: