પ્રાથમિક શાળા મૌજા ખાતે શૈક્ષણિક મેળાનું આયોજન કરાયું આયોજન
નેત્રંગ: તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ એસ.આર.એફ. – ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શિક્ષણ તાલિમ ભવન અને નેત્રંગ તાલુકાની 18 પ્રાથમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા 18 પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન પ્રાથમિક શાળા મૌજા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૧૦૦ શિક્ષકો,૧૮ આચાર્ય મિત્રો તેમજ ૧૧૧ જેટલા બાળકો સામેલ હતા.
SRF લિમિટેડ દહેજથી શ્રી અંકુર રાયજાદા અને એમની આખી ફેમીલી અને સાથે ભાવેશ ગોહિલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જેનો મુખ્ય હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ TLM જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો હતો. જેના થકી અન્ય શાળાના શિક્ષકો પણ એક બીજા પાસેથી નવું શીખી શકે અને તેનો પોતાના વર્ગખંડમાં બાળકોને ભણાવવામાં માટે કરી શકે. આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન શિક્ષકો અને આચાર્યો દ્વારા મળેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ તાલિમ ભવન ખાતેથી ડો.જતિન મોદી હાજાર રહ્યા હતા, તેમજ અતિથિ વિશેષ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી.સુરેશભાઇ વસાવા, નેત્રંગ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી હરિસિંહ વસાવા, 18 શાળાના આચાર્ય શ્રી તેમજ ગ્રુપના ગ્રુપાચાર્ય, યજમાન શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ડો. જતીનભાઈ મોદી (જિલ્લા શિક્ષણ તાલિમ ભવન) તરફથી તમામ શાળાના TLM સ્ટોલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સાથોસાથ SRF Foundation દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધામાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થાય છે તેમને અલગ અલગ ઈનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. અતિથિ વિશેષ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી. સુરેશભાઈ વસાવા એ જણાવ્યું કે આ એક ખુબજ સુંદર અને એક બિજા પાસેથી શિખવાનુ ઉતમ જગ્યા SRF દ્વારા પુરુ પાડવામાં આવ્યુ એ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
શૈક્ષણિક મેળામા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ TLM અને નવિનીકરણ પેડાગોજી બાળકો ના શિખવા અને શિખાવામા મદરૂપ થાઈ એવી ઉમદા સામગ્રી શિક્ષકો દ્વારા સ્ટોલો બનાવામા આવ્યા હતા. જેમા વિજેતા થનાર શાળાઓ જેવીકે પ્રા.શાળા મૌજા, પ્રા. નેત્રંગ કન્યા, પ્રા.શાળા જના, પ્રા.શળા મોટાજાબુંડા અને પ્રા.શાળા કાંટિપાડા શાળાઓએ ખુબજ સારુ પ્રદર્શન કર્યુ હતું. અને આ દરેક શાળાઓને પ્રોત્સહિતરૂપે ઇનામ મુખ્ય મહેમાનશ્રી ના હસ્તે આપવામાં આવ્યું હતુ. તથા ગ્રામ પંચાયત સદસ્યો અને શાળાની એસ.એમ.સી સમિતિ ના સભ્યો જે શાળાના વિકાસમા સતત મદદરુપ થતા એવા તમામ સભ્યોને સાલ ઓડાવીને સન્માન કરવામાં આવ્યુ. હતું. પ્રાથમિક શાળા મોજાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
અધિકારી શ્રી. ભાવેશ ગોહિલ (SRF LTD, દહેજ પ્લાન્ટ) જેઓએ શિક્ષણ અધિકારી શ્રી સુરેશ વસાવાનું SRF ફાઉન્ડેશન મદદરૂપ થવા બદલ અને ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે દરેક શિક્ષકો અને આચાર્યોનો પણ આભાર વ્યકત SRF લીમીટેડ, દહેજ દ્વારા કરવામાં આવ્યો હતો.
ડૉ.જતિન મોદી (અધ્યાપક DIET ભરૂચ), શ્રી.સુરેશ વસાવા – તાલુકા પ્રાથમિક શિક્ષણ જેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોને પ્રોત્સાહન મળેલ છે તેમજ શૈક્ષણિક કાર્યમાં પણ મદદરૂપ થનાર છે. અંતે આ કાર્યક્રમની આભારવિધિ SRF FOUNDATION નેત્રંગના પ્રોગ્રામ ઓફિસર શ્રી સુનિલ ગામિત દ્વારા કરવામાં આવી.
સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા