Satya Tv News

ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે.આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ અનુસાર, આ ઘટના 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ બની હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે એસસીએસટી સેલના ડીવાયએસપી ડો અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મ અને આરોપી ફિલિપ ઉર્ફે રોની ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે આ જ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

error: