Satya Tv News

તાજેતરમાં જ ચીનમાં એક આવી ખબર આવી છે. એક ચીની વ્યક્તિ ત્યારે અચંબિત થઈ ગયો જ્યારે તે પોતાની પ્રેમિકાને લગ્નનું પ્રપોઝલ આપવા માટે કેકમાં વીંટી છુપાવી દીધી, પરંતુ તેની ભૂખી પ્રેમિકા કેકને વીંટી સાથે જ ખાઈ ગઈ.આ ઘટનાને લઈને છોકરીનું કહેવું છે કે કેક મીટ ફ્લોસની એક મોટી લેયરથી ઢંકાયેલું હતું. મે જેવુ ખાધું અને ચાવી રહી હતી તો અચાનક મોમાં કોઈ સખત ચીજ લાગી. જે બાદ મે તેને તરત થૂકી દીધી. જોકે લિયુનું કહેવું છે કે તેને શરૂઆતમાં માની માન્યુ હતું કે આ કેક ખરાબ ક્વોલિટીના કારણે થયું છે અને તે બેકરીથી આ સંબંધમાં ફરિયાદ પણ કરવાનો હતી. આની માટે જેવુ તેને કેક છેક કરી તો તેને ખબર પડી કે તે વીંટી છે જેને પ્રપોઝ માટે છુપાવી હતી.

આ વાત તેને પોતાની પ્રેમિકાથી કહ્યું, ‘ડિયર, મને લાગે છે કે આ તે વીંટી હશે જેનાથી હું તને પ્રપોઝ કરવા જઈ રહ્યો હતો.’ લિયુને પહેલા લાગ્યું કે આ એક મજાક છે પરંતુ નજીકથી જોયા બાદ ખબર પડી કે જેને ઠુકયું તે સોનાની વીંટી હતી. આ વિચિત્ર સ્થિતિમાં ફસાઈને પ્રેમીએ ગભરાઈને પૂછ્યું, ‘હવે આપણે શું કરવું? શુ મારે હજુ પણ ઘૂંટણીએ પડીને પ્રપોઝ કરવું જોઈએ?’ આ બાદ લિયુએ હસતા હસતા તેને પ્રપોઝ કરવાનું કહ્યું. આ રસપ્રદ ઘટના બાદ કપલ ખુશી-ખુશી પોતાના જીવનના આગલા પગલા માટે સંમત થયા. તેમણે કહ્યું, ‘આ એક એવી યાદ હશે જેને આપણે ક્યારેય પણ નહિ ભૂલીએ, પરંતુ આ પ્રપોઝ કરવાની રીત થોડી જોખમી છે.

error: