Satya Tv News

ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી

ભરૂચ નજીક નેશનલ હાઇવે-48 પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સુરત તરફ જતા એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટેમ્પો ચાલકની સમયસૂચકતાએ મોટી જાનહાનિ ટાળી હતી.ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની ઘટનાને કારણે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી
.
વીડિયો જર્નાલીસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: