Satya Tv News

ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે

ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિશનાડવાલાને 20 ડિસેમ્બર, 2024ના રોજ TRAI તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો.ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલકુમાર નામના વ્યક્તિએ TRAI અધિકારી હોવાનો દાવો કરી, તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી, રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું ઠગોએ ભરતકુમારને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી અને તેમની રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી. પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતાં સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી છે ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઈમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપી હતી

error: